પંજાબ ચૂંટણીમાં વોટિંગના પાંચ દિવસ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ અને પંજાબ કોંગ્રેસમાં પહેલાથી ચાલી રહેલી ઉથલ-પાથલને આ રાજીનામાએ ઝટકો આપ્યો છે. અશ્વિની કુમારે હાલ કોઈ બીજી પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય તો નથી કર્યો, પરંતુ તેમનુ કહેવુ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પૂર્ણ બહુમતથી બનવાનું નક્કી છે અને અશ્વિની કુમારનું કહેવુ છે કે, કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થઈ ચુક્યો છે, પાર્ટીમાં ઘણુ બધુ ખોટુ ચાલી રહ્યું છે. કોંગ્રેસની અંદરની હાલત પર અશ્વિની કુમારે કહ્યું કે, સોનિયા ગાંધી પોતાને બદલાવ માટે અસહજ અનુભવે છે કે તેઓ કરવા નથી માગતા? તે મને નથી ખબર.
પાર્ટી છોડવા અંગે અશ્વિની કુમારે કહ્યું કે, 46 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ તોડવો સહજ નહોતો, પરંતુ તે જરૂરી હતું અને ઘણા દિવસોથી જે પરિસ્થિતિઓ બની રહી હતી, તેમા હું અસહજ અનુભવી રહ્યો હતો. હું સમજુ છું કે, પોતાની અસ્મિતાને કાયમ રાખતા કોંગ્રેસ પાર્ટીમાં યોગદાન આપવુ અસંભવ છે. કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી દેશની સેવા કરવી પણ મને અસંભવ લાગી રહી હતી. આથી, મને લાગ્યું કે જે પાર્ટીમાં મારી જરૂર નથી, તે પાર્ટીમાં રહેવુ મારા આત્મસન્માનની વિરુદ્ધ છે. મેં મારા રાજીનામાના લેટરમાં પણ એ જ કહ્યું કે, હું પોતાના સન્માન સાથે બાંધછોડ કરીને કોંગ્રેસ પાર્ટીમાં હવે ના રહી શકું. મારો નિર્ણય ચૂંટણી સાથે સંબંધિત નથી.
જ્યારે મારો રાજ્યસભા કાર્યકાળ વધારવામાં ના આવ્યો, ત્યારે મેં રાજીનામુ ના આપ્યું, જ્યારે મારું કેન્દ્રીય મંત્રીપદ પરથી રાજીનામુ લેવામા આવ્યું, ત્યારે મેં પાર્ટી ના છોડી. લાંબા સમય સુધી જ્યારે મને કોઈ પદ પણ ના આપવામાં આવ્યું અને ત્યારે પણ મેં પાર્ટી ના છોડી. જ્યારે કોંગ્રેસ લીડરશિપ પર જી-23નો એટેક થયો ત્યારે પણ હું સોનિયા ગાંધી સાથે ઊભો રહ્યો. આવા અવસરે મેં રાજીનામુ ના આપ્યું, તો હું ટિકિટ મળવા કે ના મળવા પર રાજીનામુ કઈ રીતે આપી શકું. પંજાબમાં કોંગ્રેસની હાર નક્કી છે. આપ બહુમત સાથે પંજાબમાં સરકાર બનાવી રહી છે. મને લાગે છે કે, પંજાબ બદલાવના વળાંક પર છે અને આજે પંજાબમાં બદલાવનો મતલબ આમ આદમી પાર્ટી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.