નવેમ્બર 7થી30 દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મુકવા અંગે વિચારણા

– નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકારોને પણ નોટિસ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાહેર આરોગ્ય અને પર્યાવરણના હિતમાં 7- 30 નવેમ્બર દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે કેમ એવું જાણવા માગતી નોટિસ, પર્યાવરણ અને વન મંત્રાલય તથા ચાર રાજય સરકારોને પાઠવી છે.

ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.કે. ગોયલના નેતૃત્વયુક્ત બેન્ચે નોટિસ અંગે પર્યાવરણ અને વન મંત્રાલય ઉપરાંત દિલ્હી સરકાર, હરિયાણા સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર અને રાજસ્થાન સરકારનો પ્રતિભાવ જાણવા માગ્યો છે. ટ્રિબ્યુનલે સેન્ટ્રલ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, દિલ્હી પોલ્યુશન  કંટ્રોલ કમિટી, દિલ્હી પોલીસ કમિશનરને પણ એમનો પ્રતિભાવ જણાવવા કહ્યું છે.

ગ્રીન ટ્રિબ્યુનલે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજ પંજવાણી અને ધારાશાસ્ત્રી શિવાની ઘોની, આ મુદ્દે મદદ કરવા માટે નિમણૂંક કરી છે. ટ્રિબ્યુનલ, ઈન્ડિયન સોશ્યલ રિસ્પોન્સિબિલિટિ નોટવર્કે સંતોષ ગુપ્તા મારફત કરેલી અરજીની સુનાવણી હાથ ધરી રહી છે.

આ અરજીમાં કોરોના ઉપદ્રવ ફેલાવાની ભીતિ સાથે એનસીઆર (નેશનલ કેપિટલ રીજન) વિસ્તારની હવાની ગુણવત્તા અસંતોષકારક છે એવા સમયે ફટાકડાના ઉપયોગથી થનારા પ્રદૂષણ સામે પગલાં લેવાની માગણી કરાઈ છે.

અરજીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હી રાજયના આરોગ્ય મંત્રીના એ મતલબના નિવેદનનો હવાલો ટાંકવામાં આવ્યો છે કે ઉત્સવો દરમિયાન થનારા હવા પ્રદૂષણના લીધે કોરોનાના કેસમાં વધારો થશે. ગ્રીન ફટાકડાના ઉપયોગથી ચિંતાપૂર્ણ પરિસ્થિતિ હટાવી બનશે નહિ, એમ અરજીમાં ઉમેરાયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.