– 3 નવેમ્બરે અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી : ટ્રમ્પ વિ. બિડેન
– ચૂંટણીમાં પરાજય થાય તો પણ ટ્રમ્પ સ્વેચ્છાએ ઓફિસ ખાલી નહીં કરે તેવા અહેવાલોની વચ્ચે ટ્રમ્પનું મહત્ત્વપૂર્ણ નિવેદન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જો તે નવેમ્બરમાં ચૂંટણી હારી જશે તો તે શાંતિથી ઓફિસમાંથી જતા રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે કે જ્યારે મીડિયામાં એવા અહેવાલો ચાલી રહ્યાં હતાં કે જો ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો તે સ્વેચ્છાથી ઓફિસનો ત્યાગ કરશે નહીં. જો કે ટ્રમ્પે ફરી એક વાર જણાવ્યું છે કે જો તે ચૂંટણી હારી જશે તો દેશ માટે ખરાબ પુરવાર થશે.
જો કે અમેરિકાના પ્રમુખ દ્વારા અત્યાર સુધી એવા કોઇ ગંભીર સંકેત આપવામાં આવ્યા નથી કે ચૂંટણી હારી ગયા પછી પણ તે પ્રમુખની ઓફિસનો ત્યાગ કરશે નહીં.
ટ્રમ્પે એક ચેનલના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારૂં માનવું છે કે જો હું ચૂંટણી હારી જઇશ તો તે દેશ માટે ખરાબ વસ્તુ હશે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પની ટક્કર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ઉપ પ્રમુખ જો બિડેન સાથે થશે.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષના શાંતિપૂર્ણ શાસન પછી ટ્રમ્પ હાલમાં ત્રણ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે એક લાખથી વધુ અમેરિકનોના મોત થયા છે. કોરોનાને કારણે 4 કરોડ અમેરિકનોની રોજગારી છીનવાઇ ગઇ છે.
પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિકનું મોત થતાં સમગ્ર દેશમાં પોલીસ સામે દેખાવો થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 25 મેના રોજ શ્વેત પોલીસ અધિકારીના હાથે અશ્વેત જયોર્જ ફલોેયડનું મોત થયું હતું. જેના કારણે અમેરિકા સહિતના વિશ્વના અનેક દેશોમાં અમેરિકાની પોલીસ વિરૂદ્ધ દેખાવો થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.