હવે ATMમાંથી પૈસા ઉપરાંત અનાજ પણ મળી શકશે,આવી ગયું છે Grain ATM, જાણો તેની વિશેષતાઓ

આપણે બધા જ ATMમાંથી પૈસા તો ઉપાડીએ જ છીએ, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ATMમાંથી ઘઉં, ચોખા પણ મળશે? જી હા, આ હકીકત છે. હવે એક એવું એટીએમ રજૂ કરાશે જેમાંથી ઘઉં-ચોખા પણ કાઢી શકાશે. હવે ટૂંક સમયમાં તમે એટીએમ મશીનમાંથી અનાજ પણ કાઢી શકશો. પ્રારંભિક તબક્કે આ સુવિધા ઓડિશા રાજ્યમાં શરૂ થવાની છે. અહીની સરકાર ટૂંક સમયમાં આ સુવિધા અંતર્ગત રાશન ડેપો પર એટીએમથી અનાજ આપવાની વ્યવસ્થા કરવા જઇ રહી છે. તેને Grain ATM તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ રીતે Grain ATM કામ કરશે

આપને જણાવી દઇએ કે Grain ATMમાં દરેક રાશન કાર્ડધારકોએ પોતાનો આધાર કાર્ડ નંબર અને રાશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. આ પછી તમારે અનાજની બોરી એટીએમ નીચે રાખવી પડશે અને તમને અનાજ મળવા લાગશે. સરકાર અત્યારે તેને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી રહી છે. આ યોજના અંતર્ગત પહેલું ગ્રેઇન એટીએમ ભુવેન્શ્વરમાં લાગવા જઇ રહ્યું છે.

ઓડિશામાં આ સુવિધા મળશે

ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી અતુન સબ્યસાચીએ આ યોજના અંગે ઓડિશા વિધાનસભામાં જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ઓડિશામાં રાશન કાર્ડધારકોને Grain ATMથી રાશન આપવાની તૈયારી થઇ રહી છે. પ્રારંભિક તબક્કામાં ગ્રેન એટીએમ શહેરી વિસ્તારમાં લગાડવામાં આવશે. આ પછી દરેક જીલ્લામાં આ વિશેષ એટીએમને ઇન્સ્ટોલ કરવાની યોજના છે. આ પછી દરેક પ્રદેશના જીલ્લમાં પણ તેને લગાડવામાં આવશે.

વિશેષ કોડ ધરાવતું કાર્ડ મળશે

મંત્રી સબ્યસાચીએ કહ્યું હતું કે, Grain ATMમાંથી રાશન લેવા માટે રાશન કાર્ડધારકોને વિશેષ કોડ ધરાવતું કાર્ડ આપવામાં આવશે. ગ્રેન એટીએમ સંપૂર્ણપણે ટચ સ્ક્રીન હશે. તેમાં બાયોમેટ્રિક સુવિધા પણ ઉપલબ્ધ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.