વડોદરામાં (VADODARA) પાટીદાર બિઝનેસ સમિટ (PATIDAR BUSINESS SUMMIT) કાર્યક્રમમાં સીઆર પાટીલે (C.R,PATIL) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (BHUPENDRA PATEL)ના વખાણ કર્યા તેમણે કહ્યું કે , સી.એમ પોતે કહે કે તેમને પણ ખબર નથી કે હું કઈ રીતે સી.એમ બન્યો. સીએમ ભુપેન્દ્ર પટેલ નિખાલસ સ્વભાવનાં પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,મુખ્યમંત્રી સાવ ઓલિયો માણસ છે.સી.એમ ઓલિયો એટલે કે ભોળા માણસ (NAIVE MAN) છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ માણસ છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સરદારધામમાં ૫૧ લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા છે. સીઆર પાટીલે જય સરદાર કહીને પોતાની વાત શરૂ કરી હતી. કાર્યક્રમમાં સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે , પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. તેમણે કહ્યું હતું કે સ્વાભાવિક પણે મારું અનુમાન છે કે ભાઈઓ બહેનોને પ્રાધાન્ય આપતો નથી. વિશ્વને પટેલનો પરિચય કરાવવો જોઇએ નહીં કે પટેલોએ વિશ્વ નો પરિચય કરાવવો જોઈએ.
પેલા એક રેકોર્ડ હતો કે સૌથી વધુ લોકો તાજમહેલ જોવા આવતા હતા. હવે વિદેશોમાંથી સૌથી વધુ લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. પાટીદાર સમાજ અને ભાજપ મહદંશે એકબીજા સાથે જ જોડાયેલા છે. બીજી તરફ વડોદરા ના કાર્યક્રમમાં શહેરના મેયર કેયુર રોકડીયાને મોટી ટકોર કરી હતી.
https://www.youtube.com/watch?v=HQRBo2SZ7E0
તેમણે કહ્યું હતું કે ,કેયૂરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. કેયુર રોકડિયા યુવાન હતા એટલે મેયર બનાવ્યાં. મેયર કેયુર હવે મીટીંગ બંધ કરો અને ઝડપથી નિર્ણય લો.આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જોઈએ. મંદિરનાં ભિક્ષુકો દેખાવા ના જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.