કોરોના ના કારણે વર્ષોથી ચાલતા આવતા હીરા ઉદ્યોગે પોતાના વેપારની પેટર્ન બદલી નાંખી છે. લાખો કરોડો રૂપિયાના રફ ડાયમંડની ખરીદી હવે સુરતના વેપારીઓ ઓનલાઇન કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓ સોશિયલ મીડિયા ના માધ્યમથી લાખો કરોડો રૂપિયાની ડીલ કરી રહ્યા છે. વૉટ્સએપ પર ફોટો અને વીડિયો જોયા બાદ સુરતના વેપારીઓ વિદેશથી રફ ડાયમંડ ખરીદી રહ્યા છે.
વિદેશો સુધી જવાની રાહ જોવી પડતી નથી ;
કોરોનાકાળ માં ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર નહિવત છે. પરંતુ, તેની અસર વેપાર પર ન થાય આ માટે સુરતના વેપારીઓ અને અન્ય દેશોથી રફ ડાયમંડ માટે ઓનલાઇન ટ્રેડિંગ કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓને રફ ડાયમંડ ખરીદવા માટે રશિયા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા સુધી જવાની રાહ જોવી પડતી નથી. આથી, ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે તેઓ યુરોપિયન દેશોમાં અચાનક જ જે રીતે પોલીશ ડાયમંડની ડિમાન્ડ વધી છે તેને પૂર્ણ કરી રહ્યા છે.
ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ;
રફ ડાયમંડ ની ખરીદી કરવા માટે સુરતના વેપારીઓ રશિયા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જઈને ડીલ કરતા હતા. પરંતુ, કોરોનાના કારણે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ દેશોમાં જઈ શકતા નથી. આથી, સોશિયલ મીડિયા ના માધ્યમથી તેઓ ડાયમંડની તમામ વિગતો અને તસવીરો મંગાવી લેતા હોય છે અને તેના આધારે તેઓ લાખો અને કરોડો રૂપિયાના હીરાની ખરીદી કરી રહ્યા છે. કોરોના મહામારીમાં ટ્રાવેલિંગ બંધ થતા હીરા ઉદ્યોગમાં ઓનલાઇન ટ્રેડિંગ શરૂ થયું છે.
હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટોપ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહી રફ હીરા (Rough Diamond) ની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે. ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈ પણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. જે હટાવવા રજૂઆત પણ કરવામાં આવી રહી છે.
https://www.youtube.com/watch?v=dXKF9zjtUtQ&t=162s
સોશિયલ મીડિયાના મારફતે મોકલવામાં આવે છે હીરા ;
એન્ટોપમાં છેલ્લા 35 વર્ષથી ડાયમંડ સુરતના વેપારીઓને વેચાણ કરતા વેપારી ઘનશ્યામ તેજાણીએ જણાવ્યું હતું કે, હું 1988 એનટોપમાં રહું છું અને રફ ડાયમંડના ખરીદ અને વેચાણના વેપાર સાથે સંકળાયેલો છું. ભારતથી રફ હીરા ખરીદવા માટે અનેક વેપારીઓ અમારે ત્યાં આવે છે. કોરોના પહેલા વેપારીઓ રૂબરૂ આવીને રફ ડાયમંડ જોઈને લેતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.