વિરાટ કોહલી હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નો ભાગ છે.અને RCBમાટે રમવા વાળો વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન કરનારો બેટ્સમેન છે.
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પોતાનો ફેન બેસ છે.અને ક્રિકેટના ચાહકો પાસે વિરાટ કોહલી દ્વારા સાઈન કરવામાં આવેલી ફ્રેમ ભારતીય ટીમની ટી-શર્ટ ખરીદવાની સુનેહરી તક છે. આ ખુબ જ આકર્ષક ટી-શર્ટ ધ વિઝડન શોપ પર ઉપલબ્ધ છે અને હાલમાં આનો એક જ પીસ બચ્યો છે. આ 100% પ્રામાણિક (authentic) છે અને આ ટી-શર્ટને તમે બીજી કોઈ જગ્યાએથી ખરીદી નહિ શકો.
ધ વિઝડન શોપ પર આ ટી-શર્ટની કિંમત 2499.99 પાઉન્ડ છે.અને કંપનીની પોલીસી મુજબ આ ટી-શર્ટ ખરીદયા પછી તમે તેને પરત નહિ કરી શકો, પરંતુ ફ્રેમમાં જો કોઈ ટૂટ-ફૂટ થશે તો કંપનીએ તેને પરત લેવાનું વચન જરૂરથી આપ્યું છે.
આમ તો, IPLમાં સૌથી વધારે રન બનવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ મંગળવારે (26 એપ્રિલ) મેચ પહેલા સુધીમાં 215 મેચમાં 36.54ની એવરેજથી 6402 રન બનાવ્યા.અને તે દરમિયાન તેની બેટથી 42 હાફ સેન્ચ્યુરી અને 5 સેન્ચ્યુરી કરવામાં આવી છે. વિરાટ કોહલીએ RCB માટે 140 IPL મેચમાં કેપ્ટનશીપ પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.