આરવ બની ગયો આયેશા. હવે લગ્ન કરી આ ધમઁ નિભાવશે..

આપ ૨૧મી સદીમાં ધારો તે થઈ શકે છે. તમે સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષ માંથી સ્ત્રી બની શકે છે.

સુરતનો આરવ પટેલ નાનપણથી પોતાને યુવતી તરીકે જોતો હતો. તે નાનપણથી જ ઈચ્છા રાખતો કે તે મહિલા તરીકે રહે. તેને યુવતીઓનાં કપડાં પસંદ આવતાં હતાં.

આખરે તેને રોહન નામનાં એક યુવકની પ્રેરણાથી તેનામાં હિંમત આવી. મેડીકલ સાયન્સની મદદથી આરવે સજઁરી કરાવવાનું નકકી કર્યુ. સુરતનાં ત્રણ તબીબોની ટીમે આરવનું સપનું સાકાર કયુઁ. અને આરવ પટેલને આયેશા પટેલ બનાવવામાં મદદ કરી.

ત્યારે પહેલી વખતમાં આ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સજઁરી સુરતમાં કરવામાં આવી છે. આરવ પર અલગ અલગ ૧૦ પ્રકારની સજઁરી કરવામાં આવી છે. જેમાં આરવ પટેલમાંથી તે આયેશા પટેલ બન્યો છે. હવે તે સંપૂર્ણ સ્ત્રી બની ગયો છે. જો કે, આયેશા પટેલ ભલે સ્ત્રી બની ગઈ હોય, પણ તે કયારેય ગભઁ ધારણ નહિ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.