હવે વાહન કે મોબાઇલની ચોરી થાય તો E-FIR કરી શકશો, ગુજરાત સરકારે જુઓ શું કર્યો નિર્ણય..

જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે અને ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે

‘E-FIR’ પ્રોજેક્ટ હેઠળ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે અને નાગરિકો પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી મદદથી ફરિયાદ કરી શકે છે. જેમાં એપ પર રજિસ્ટ્રેશન બાદ ચોરીની વિગતો અપલોડ થઇ શકશે, મહત્વનું છે કે, e-FIRના 48 કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરશે. e-FIR સીસ્ટમાં અપલોડ થતાની સાથે જ અધિકારી અસાઇન થશે. જેની ફરિયાદીને ઇ-મેલ/SMSથી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે, e-FIR અંગે PIથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.