સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી વધુ સેમી કન્ડક્ટરની અછત સર્જાઇ છે. જેને કારણે ભારતમાં લોન્ચ થનારા નવા લેપટોપની કિંમતો પણ 60 હજારને આંબી ચૂકી છે. પરંતુ તેમ છતાં મોંઘવારીને કારણે લેપટોપની માંગ પર કોઇ અસર જોવા મળી નથી.
News Detail
ગુજરાતમાં શરૂ થશે દેશમાં સૌ પ્રથમવાર સેમીકંડક્ટરના નિર્માણ માટે યુનિટ
વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં ભારતીય માર્કેટમાં 5.8 કરોડના કમ્પ્યૂટર શિપમેન્ટ્સ આવ્યા હતા જે અત્યાર સુધી રેકોર્ડ છે. હવે વેદાંતા ગ્રુપ ભારતના ટેક્નોલોજી માર્કેટને એક નવી ઉંચાઇએ લઇ જવા માટે તૈયાર છે. વેદાંતા-ફોક્સકોન ગુજરાતમાં દેશનું પહેલા સેમીકંડક્ટર નિર્માણ યુનિટને લગાવવા માટે પ્રતિબદ્વ છે.
1.54 લાખ કરોડ રૂપિયાના રોકાણથી બનશે સેમીકંડક્ટર પ્લાન્ટ
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે દેશમાં સેમીકંડક્ટરનું ઉત્પાદન થવાથી એક લાખ રૂપિયામાં વેચાતું લેપટોપ માત્ર 40 હજાર રૂપિયામાં વેચાશે. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ખર્ચથી બનનારો પહેલો સેમી કંડક્ટર પ્લાન્ટની શરૂઆત થવાથી ત્યાં નિર્માણ કાર્ય શરૂ થવાની પણ સંભાવના વધી જશે.
સેમીકંડક્ટરના ઉત્પાદન માટે વેદાંતા અને ફોક્સકોન વચ્ચે સંયુક્ત સાહસ
તેમણે કહ્યું કે જે સેમીકંડક્ટર અત્યાર સુધી માત્ર તાઇવાન અને કોરિયામાં બનતું હતું તે હવે ભારતમાં ઉત્પાદન થશે. અમે તાઇવાનની ઇલેક્ટ્રોનિક પાવરહાઉસ કંપની ફોક્સકોનની સાથે સંયુક્ત સાહસ કરીને ભારતમાં સેમીકંડક્ટરનું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યાં છે. આ સંયુક્ત સાહસમાં ફોક્સકોનનો હિસ્સો 38 ટકા હશે. તેમણે કહ્યું કે ડિજીટલ ભવિષ્ય માટે આત્મનિર્ભર બનવું આવશ્યક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં સ્થાપિત સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટથી આગામી બે વર્ષમાં સેમીકંડક્ટરનું ઉત્પાદન શરૂ થઇ જશે. કંપનીને આ કારોબારથી 3.5 અબજ ડોલરના ટર્નઓવરની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.