રાજયનાં નવા મુખ્યમંત્રી પટેલની નવી સરકારમાં નવા મંત્રીઓએ શપથ લીધા તેમાં કચ્છના એક પણ ધારાસભ્યને સ્થાન નથી મળ્યું. હવે વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે કચ્છ ને સ્થાન મળે તેવી માંગણી અને લાગણી છે.
ગત ૧૦ વષઁમાં રાજયમંત્રી તરીકે તારાચંદ છેડા અને વાસણ આહિરને સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે હાલમાં વિજય રુપાણીની સરકાર બરખાસ્ત થયા બાદ વાસણ આહીરનાં વળતાં પાણી થયાં અને નો રિપીટમાં તેમનું રાજયકક્ષાનું મંત્રીપદ છીનવાઈ ચૂકયું છે.
જો કે ડો. નીમાબેનને વિધાનસભાનાં કાયઁકારી અધ્યક્ષ બનાવ્યાં બાદ હવે કાયમી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી ન હોવાથી હજુ વેઈટ અેન્ડ વોચ સ્થિતિ માનવામાં આવી રહી છે.
https://www.youtube.com/watch?v=SdohoamPF2k
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.