હવે સોનાનાં દરેક દાગીનાની પણ આધારની જેમ યુનિક આઈડી બનશે…

ઘરેણા ચોરી થઈ જાય અથવા ક્યાંય ખોવાઈ જાય તો એને ગાળી નહિં શકાય પણ તેના માલિકની ઓળખ સરળતાથી થઈ શકશે. હકીકતમાં, જે રીતે દેશના તમામ નાગરિકોની ઓળખ આધાર કાર્ડમાં યૂઆઈડી દ્વારા કરવામાં આવી છે તે રીતે જ સરકાર 1 જુલાઈથી જ્વેલરીના દરેક ટુકડાની વિશિષ્ટ ઓળખ (યૂઆઈડી) ફરજીયાત કરવા જઈ રહી છે.

આ યુઆઈડીમાં વેચનાર જ્વેલરનો કોડ અને ઝવેરીની ઓળખ રેકોર્ડ કરવામાં આવશે. પોલીસ અથવા કોઈપણ વ્યક્તિ બીઆઈએસ દ્વારા બનાવવામાં આવતી મોબાઇલ એપ્લિકેશનમાં આ યુઆઈડી દાખલ કરશે કે તરત જ આ ઘરેણા ક્યારે અને ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા તે જાણી શકાશે.

જ્વેલર પાસે તે ગ્રાહક વિશે પણ માહિતી હશે જેણે આ યુઆઈડીના જ્વેલરી વેચી હોય. જ્વેલરીમાં હોમાકગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યું છે. તેના ચાર માર્ક હોય છે, જે બીઆઈએસ લોગો, શુદ્ધતા, હોલ-માકગ સેન્ટર અને જ્વેલર્સ બારની જાણકારી દર્શાવે છે. હવે નવા યુઆઈડી આધારિત હોલ-માકગમાં માર્કસની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ કરવામાં આવી છે. આમાં બીઆઈએસ લોગો, શુદ્ધતા અને ત્રીજો સમગ્ર સીલ હશે જે જ્વેલર અને જ્વેલરી અંગે વર્ણન કરશે. આ વ્યવસ્થા પછી તે અશુદ્ધ અને બિન-માનક જ્વેલરીના વેચાણના વ્યવસાયને રોકવામાં મદદ કરશે.

દેશના 256 જિલ્લાઓમાં ગોલ્ડ જ્વેલરીનું હોલમાકગ ફરજિયાત બન્યું છે. હવેથી આ જિલ્લાઓમાં જ્વેલર ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી ખરીદી અને વેચી શકશે. સરકારે તમામ જ્વેલરી ટ્રેડર્સ તેમની પાસે પડેલો જુનો સ્ટોક હોલમાર્ક કરવા માટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી તેઓને જૂના સ્ટોક પર હોલમાકગ કરાવવું પડશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સરકારે જ્વેલર્સને રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષથી વધુનો સમય આપ્યો હતો, પરંતુ દેશમા હાલ લગભગ 5 લાખ જ્વેલર્સ છે જેમાંથી લગભગ 40 હજાર લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે 1 વર્ષમાં 10 ટકા જ્વેલર્સે પણ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. ઘણાં જ્વેલર્સ એવા છે જેમણે જાણી જોઈને આ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.