વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં નવું ફીચર ઉમેરાશે. અને કંપનીએ ડેસ્કટોપ બીટા યુઝર્સ માટે નવું મેસેજ રિએક્શન ફીચર ફીચર રિલીઝ કર્યું છે. અર્થાત ટૂંક સમયમાં ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે. આ સિવાય કંપની નવાં પ્રાઈવસી ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.
આ ફીચર હવે ડેવલપમેન્ટ ફેઝમાં છે. વ્હોટ્સએપનાં ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ અપકમિંગ ફીચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે.અને આ ફીચર ટૂંક સમયમાં એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર તેને રોલઆઉટ કરવામાં આવશે
મેસેજની ડાબી બાજુ એક આઈકોન જોવા મળશે. અને આ આઈકોન પર ક્લિક કરતાં જ 6 પ્રકારની ઈમોજી જોવા મળશે. તેમાંથી યુઝર કોઈ એકની પસંદગી કરી રિએક્શન આપી શકશે. આ ઈમોજીમાં થમ્બ્સ અપ, રેડ હાર્ટ, ફેસ વિધ ટિયર્સ ઓફ જોય, શૉક્ડ ફેસ, ક્રાઈંગ ફેસ અને ફોલ્ડેડ હેન્ડ્સ સામેલ છે.
રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ કેપ્શન બાર અપડેટ પર કામ કરી રહી છે. અને ફોટો-વીડિયો મોકલતા પહેલાં અને સ્ટેટસમાં અટેચ કરતાં પહેલાં યુઝર્સને પ્રાઈવસી ચેન્જ કરવાનો ઓપ્શન મળશે.
વ્હોટ્સએપ ચેટમાં સ્ટેટસ બટન પર ટેપ કરી કોઈ ફોટો ક્લિક કરી યુઝર્સ તેને પોસ્ટ કરતાં પહેલાં ઓડિયન્સની પસંદગી કરી શકાશે. યુઝર્સ ઈમેજ સ્ટેટ્સમાં મૂકતાં પહેલાં એ નક્કી કરી શકશે કે કોણ તેમનું સ્ટેટસ જોઈ શકે છે.અને અત્યાર સુધી સ્ટેટસ પ્રાઈવસી માટે પહેલાંથી સિલેક્ટેડ ઓપ્શનમાં ‘માય કોન્ટેક્ટ્સ’, ‘માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ’ અને ‘ઓનલી શેર વિથ’ ઓપ્શન હતા. જોકે હવે નવાં ફીચરની મદદથી યુઝર્સ દરેક સ્ટેટસ માટે અલગ અલગ પ્રાઈવસી સેટ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.