હવે રિચેકીંગ સરળ બનશે:ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષાની ઉત્તરવહી RTE દ્વારા મેળવી શકશે

ઉત્તરવહીની નકલ મેળવવા માટે ફી પેટે 20 રૂપિયા ભરવાના પડશે.

હવે રિચેકીંગ સરળ બનશે:ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષાની ઉત્તરવહી RTE દ્વારા મેળવી શકશે

ગુજરાત યુનિવર્સિટીમા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા બાદ રિચેકીંગ માટે અરજી કરીને ફરીથી પેપર ચેક કરાવી શકતા હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓ RTI એકટ હેઠળ પણ પરીક્ષાની ઉત્તરવહી મેળવી શકશે અને પોતે લખેલ જવાબ જોઈ શકશે. વિદ્યાર્થીને ઉત્તરવહી મળવાથી રિચેકીંગ કરાવવું કે ના કરાવવું તે પણ સ્પષ્ટ થઈ જશે.

ઉત્તરવહી પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ 30 દિવસની અંદર અપાશે
ગુજરાત યુનિવર્સિટીમાં 2012મા જ સિન્ડિકેટ બેઠકમાં આ ઠરાવ કરવામાં આવ્યો હતો અને તર માટેનો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો અને પણ વિદ્યાર્થીઓ અજાણ હોવાથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરીથી પરિપત્ર કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે RTI એકટ હેઠળ વિદ્યાર્થીઓ ને પરીક્ષાની ઉત્તરવહી જે તે પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ત્રીસ દિવસની અંદરમાં આપવામાં આવશે.

RTI એકટ હેઠળ પેજ દીઠ 2 રૂપિયા ભરવાના રહેશે
​​​​​​​​​​​​​​ઉત્તરવહીની નકલ મેળવવા માટે ફી પેટે 20 રૂપિયા ભરવાના થશે. RTI એકટ હેઠળ પેજ દીઠ 2 રૂપિયા ભરવાના રહેશે. વિદ્યાર્થીએ નકલ મેળવવા માટે ઓળખપત્ર આપવું પડશે. વિદ્યાર્થીને પોતાની જ ઉત્તરવહી મળી શકશે. વિદ્યાર્થી સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને ઉત્તરવાહીની નકલ આપવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.