છેલ્લા બે વર્ષમાં કોરોના ને પગલે વાલીઓ ની આથિઁક પરિસ્થિતિ ખોરવાતા ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં થી સરકારી સ્કૂલોમાં મોટી સંખ્યામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે સરકાર હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે. તે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ ડી.પી.ઓ અને કોર્પોરેશન શાળાના શાસનઅધિકારીઓને પરિપત્ર કરીને પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ ની માહીતી મંગાવવામાં આવી છે.
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ માંથી કોર્પોરેશનની શાળામાં પ્રવેશ લેનારા હજારો વિદ્યાર્થીઓ છે. અને આ ઉપરાંત જિલ્લાનાં ગ્રામ્ય સરકારી શાળાઓ તેમજ અન્ય જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ ખાનગી શાળા માંથી હજારો બાળકો પ્રવેશ થાય છે. જેને પગલે સરકારે રાજ્યમાં નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
આ સૂચિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કરાર આધારિત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કામગીરી લેવાની સરકારે વિચારણા હાથ ધરી છે ત્યારે ધો.૧થી૬ અને ધો.૬થી૮ની શાળાઓ માટેના વિષય શિક્ષકોની સૂચિત લાયકાતના ધોરણો અંગે પણ સૂચનો તમામ ડીપીઓ પાસેથી સરકારે મંગાવ્યા છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.