હવે સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા ટાટા ગ્રૂપના તાબા હેઠળ આવી જશે. ૬૮ વર્ષ બાદ ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપની થઈ જશે. એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા ટાટા ગ્રુપે સૌથી વધુ કિંમત લગાડી બીડ જીતી લીધી છે.
એર ઇન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઇસજેટના અજયસિંહ બોલી લગાવી હતી. આ બીજો મોકો છે.જ્યારે સરકાર એર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવાની કોશિશ કરી રહી છે. આની પહેલા ૨૦૧૮ની સાલમાં સરકારે કંપનીમાં ૭૬ ટકા હિસ્સો વેચવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો કોઇ રિસ્પોન્સ મળ્યો ન હતો.
https://www.youtube.com/watch?v=1SWJSHwny6I
એર ઇન્ડિયાની શરૂઆત ૧૯૨૯માં કરી હતી. ટાટા ગ્રુપના જે.આર.ડી ટાટા એ તેની શરૂઆત કરી હતી. તેઓ ખુદ એક કુશળ પાયલટ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.