હવે મારુતિની કોઈ પણ ગાડીમાં પહેલી વખત જોવા મળશે આ ફીચર, નવી બલેનો કારમાં દેખાશે જાણો વિગતો

મારુતિ સુઝુકી ઈન્ડિયા પોતાની નવી બલેનો લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે અને હવે તેના એક એક ફીચર સામે આવી રહ્યા છે. આ ગાડીમાં મારુતિ સુઝુકી પહેલી વખત એવું કોઈ ફીચર આપવા જઈ રહી છે કે જે આજ સુધી પોતાની કોઈ પણ ગાડીમાં આપ્યું નથી. મારુતિ સુઝુકી નવી બલેનો કારણ ટીઝર્સ દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તેનાથી જાણકારી મળી છે કે નવી કારમાં કંપની હેડઅપ ડિસ્પ્લે આપવાની છે અને તો તેમાં એવી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન રહેવાની છે જે અત્યાર સુધી મારુતિ સુઝુકીની આ ગાડીમાં નથી આવી.

મારુતિ સુઝુકીની નવી બલેનોના 11 ફેબ્રુઆરીએ રીલિઝ થયેલા ટીઝરથી જાણકારી મળી છે કે આ ગાડીમાં 9 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન હશે. આ મારુતિ સુઝુકીની કોઈ પણ કારમાં આપવામાં આવતું પહેલું ફીચર છે. એ સિવાય આ કારમાં સાઉન્ડ પ્રો ફીચર હશે. આ કારના ઇન્ટિરિયર અને ફીચર પેકને વધુ શાનદાર બનાવશે અને તેમાં સરાઉન્ડ સેન્સને Arkamysના ડેવલેપ કરવાની આશા છે. Baleno Faceliftની ટીઝરમાં ગાડીના એક્સટીરિયરની ઘણી ડિટેલ નજરે પડે છે.

તેનાથી ખબર પડે છે કે તેમાં LED Headlamp હશે જેની સાથે LED DRL લાઇટ્સ પણ ઇન્ટીગ્રેટ થશે. એટલું જ નહીં તેના ફ્રન્ટ ગ્રીલને પણ અપડેટ કરવામાં આવ્યું છે જેના પર ક્રોમ ફિનિશ આપવામાં આવ્યું છે. સાથે જ તેની LED ફોગ લાઇટ, એર ડેમ અને બંપરને પણ થોડા બેટર લૂક આપવામાં આવ્યો છે. કંપનીની આ ગાડી આ મહિને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થવાની છે અને તેની બુકિંગ 11 હજાર રૂપિયાથી શરૂ થઈ ચૂકી છે. મારુતિ સુઝુકીની મોટા અપડેટ સાથે આવનારી નવી 2022 બલેનો કારનું ઉત્પાદન પોતાના ગુજરાત પ્લાન્ટમાં શરૂ કરી દીધું છે.

બલેનોના નવા મોડલની પહેલું યુનિટને 24 જાન્યુઆરીના રોજ રોલઆઉટ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ મારુતિ બલેનોને ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ કરી શકાય છે. વાહન નિર્માતાનો દાવો છે કે વર્ષ 2022 મારુતિ સુઝુકી બલેનોના ક્રોફ્ટેડ ફ્યૂચરિઝ્મ ડિઝઇનવાળી લેંગ્વેજ સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને નવી બલેનોની ઘણી જાણકરી સામે આવી ચૂકી છે. જેમ કે પહેલા લીક થયેલી તસવીરો અને પ્લાન્ટથી રોલઆઉટ કરવામાં આવેલી કારની સામે આવેલી તસવીરોથી પુષ્ટિ થઈ છે કે નવી 2022 બલેનોના લગભગ બધી બોડી પેનલને રીડિઝાઇન કરવામાં આવી છે અને જ્યારે ઉપરથી જોવામાં આવે છે તો કાર પોતાના ગત મૉડલની તુલનામાં પહોળી દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.