અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોના ની નવી તપાસ વિકસિત કરી છે. પેન્સિલ અણીમાં ઉપયોગ થતી ગ્રેફાઈટની મદદથી ફક્ત ૬.૫ મિનિટમાં કોવિડ તપાસ થઈ શકે છે. કોરોના ની નવી તપાસ સસ્તી થવાની સાથે સાથે ઝડપી પણ થશે. અને ૧૦૦% સચોટ પરિણામ આપશે. હાલમાં કોરોના ની મોટાભાગના ટેસ્ટિંગ ખૂબ જ મોંઘા છે. તેના માટે ટ્રેન્ડ પ્રોફેશનલ ની જરૂર પડે છે. પણ ગ્રેફાઈડથી થતી તપાસમાં તેની ફક્ત ૧૦૦ રૂપિયા સુધી જ કિંમત થઈ શકે છે. આ તપાસ નું નામ છે લીડ ટેસ્ટ રાખવામાં આવ્યું છે.
ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડને કેમિકલ સિગ્નલ સાથે જોડવામાં આવે છે. તપાસ દરમિયાન કેમિકલ સિગ્નલ બતાવે છે કે, દર્દી પોઝિટીવ છે કે નેગેટિવ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, લાળ એટલે કે સલાઈવાના સેમ્પલથી તપાસ કરવા પર 100 ટકા સચોટ પરિણામ આવે છે. તો વળી ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડથી નાકના સેમ્પલની તપાસ કરવા પર 88 ટકા સચોટ પરિણામ સામે આવે છે.
પેંસિલવેનિયા યુનિવર્સિટીના આસિસ્ટેંટ પ્રોફેસર સીઝર ડી લા ફ્યૂનટેનું કહેવુ છે કે, આ લીડ ટેસ્ટની કિટમાં ઉપયોગ થતા મટીરિયલ ઓછી કિંમતે મળે છે. કિટન અસેમ્બલ કરવાનું પણ સરળ છે અને તેમાં કોઈ પણ સામાન્ય માણસ ઘરે જ તપાસ કરી શકે છે. કોરોનાની આ તપાસ ખાસ કરીને લોઅર મીડલ આવકવાળા દેશો માટે ખૂબ કામમાં આવશે.
શોધકર્તા સીઝર ડીનું કહેવુ છે કે, અમે ઈંડસ્ટ્રી પાર્ટનર સાથે મળીને વધારેમાં વધારે ક્લીનિકલ ટ્રાયલ કરીશું. ટ્રાયલના પરિણામ આવ્યા બાદ ટૂંક સમયમાં આ તપાસ સામાન્ય લોકોને ઉપલબ્ધ થશે. તપાસની આ રીતથી અન્ય સંક્રમણ ફેલાવતી બિમારી વિશે પણ ખબર પડી જશે. આ તપાસ અન્ય બિમારીઓ માટે તૈયાર કરનારુ સંશોધન ચાલુ રહેશે.
https://www.youtube.com/watch?v=2liY2Rmeh5U
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.