હવે જે તે મેડિકલ સ્ટોર નહીં ચલાવી શકે, દવા મામલે કેન્દ્ર સરકારે કડક કર્યો નિયમ..

ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન જારી કર્યું કે મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેશે અને તેમની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવામાં આવશે અને એક પત્રમાં ડગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ સિંહ રઘુવંશીએ ફાર્મસી 1947 કલબ 42 A અને કોસ્મેટિક્સ એક્ટ 1945 ના 65 ના અમલ વિશે જણાવ્યું હતું.

ફાર્માસિસ્ટ ફાર્મસી અને મેડિકલ સ્ટોરમાં હાજર છે અને તેમની દેખરેખ હેઠળ દવાનું વેચાણ થઈ રહ્યું છે. તે અંગે ડીસીજીઆઈએ સુનિશ્ચિત કરવા માટે 9 માર્ચના રોજ મોકલેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રિટેલ દુકાનમાંથી સાચા અને માન્યા પ્રિસ્કીપશન વિના કોઈપણ દવાનું વેચાણ ન થાય તેવી ખાતરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને વધુમાં તેમણે પત્રમાં ફાર્મસી એક્ટ અંગેના મુદાઓ પણ તાક્યા હતા.

મહત્વનું છે કે ગયા મહિનાની શરૂઆતના તબક્કામાં જ પીએલઆઇ એટલે કે પ્રોડક્શન લિંકડ ઇન્સેટિવ યોજના હેઠળ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ માટે 166 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમનો પ્રથમ હપ્તો અરજદારો માટે જાહેર કરાયો હતો. જેની અસર મેડિકલ અને ક્ષેત્રે બનતી વસ્તુના નિર્માણ માટે આત્મનિર્ભતાની દિશામાં આગળ ધપાવશે. મહત્વનું છે કે આત્મા નિર્ભરની પહેલે હેઠળ સરકારે દ્વારા ફાર્માસ્યુટિકલ વિભાગે 2021 માં યોજના શરૂ કરી હતી જેના પગલે છ વર્ષના સમયગાળામાં 15 000 કરોડ જેટલો ખર્ચ નિર્ધારિત કરાયો છે. 55 અરજદારોની આ યોજના હેઠળ પસંદગી કરી લેવામાં આવી છે જેમાં 20 નાના અને મધ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને ઉત્પાદનનું પ્રથમ વર્ષ હોવાથી dopએ બજેટ ખર્ચ તરીકે 690 કરોડ રૂપિયા ફળવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.