વોટ્સએપમાં હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટિંગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

વોટ્સએપ યુઝર્સને સારો અનુભવ આપવા માટે નવા નવા ફીચર્સ જોડતું રહે છે અને એપ ડેવલોપર્સે આ પ્લેટફોર્મને એક સ્ટેપ આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપના લેટેસ્ટ ફીચર તેનો સબૂત છે. એપે દુનિયાભરના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યું છે. તેની જાણકારી વોટ્સએપે ગુરુવારે સૌને આપી છે. પ્રોક્સી સપોર્ટની મદદથી વોટ્સએપ યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ આ પ્લેટફોર્મ પર કનેક્ટ રહી શકશે.

તેમના ફોનમાં જ નહીં પરંતુ તેઓ જે વિસ્તારમાં છે તેમાં પણ ઈન્ટરનેટ ન હોવા પર પણ યુઝર્સ વોટ્સએપને ચેટ કરવા માટે વાપરી શકશે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ દુનિયાભરમાં વોલેન્ટીયર્સ અને ઓર્ગેનાઈઝેશન્સના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટ રહી શકશે અને વોટ્સએપે કહ્યું છે કે પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ રહેવા પર પણ યુઝર્સને પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમને પહેલા જેવી જ પ્રાઈવસી અને સિક્યોરિટી મળતી રહેશે.

આ નવું ઓપ્શન તમને વોટ્સએપના સેટિંગ મેનુમાં મળશે. તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. કંપનીનું કહેવું છે કે, જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે, તો સોશિયલ મીડિયા તથા સર્ચ એન્જિન પર વિશ્વાસુ પ્રોક્સી સોર્સ શોધી શકો છો. એક પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ રહેવા માટે તમારે વોટ્સએપ સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો ઓપ્શન મળશે અને તમારે પ્રોક્સીના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે તમને યુઝ પ્રોક્સીના ઓપ્શન પર ક્લિક કરીને પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીને સેવ કરવાનું રહેશે.

આ રીતે તમે પછીથી આ નેટવર્કનો ઉપયોગ કરી શકશો અને જો કનેક્શન સફળ રહ્યું તો, તમને ચેકમાર્ક જોવા મળશે. જો કોઈ કારણોસર પ્રોક્સી કનેક્શન કનેક્ટ થયા પછી પણ તમે મેસેજ નથી મોકલી શકતા તો સંભવ છે કે તેને બ્લોક કરવામાં આવ્યું હોય. આવી સ્થિતિમાં તમારે બીજા પ્રોક્સી નેટવર્ક વાપરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.