ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારા લોકો માટે રાહતના સમાચાર છે. હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ વિના પણ ડ્રાઇવિંગ લાઈસન્સ આરટીઓમાં બનાવી શકો છો. ટૂંક સમયમાં તમે આરટીઓ પર ડ્રાઇવિંગ ટેસ્ટ વિના તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો. ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે હવે તમારે કોઈ આરટીઓ ઓફિસમાં ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા જવાની જરૂર નહીં પડે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમને નોટિફાઈ કરી દીધો છે.
આ મુજબ તમે કોઈ પણ માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અહીંથી તાલીમ પૂર્ણ કર્યા પછી અને ટેસ્ટ પાસ કર્યા પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. આ સ્થિતિમાં, તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈ પણ આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.
વિશેષ બાબત એ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ટ્રેનિંગ અને તેની ટેસ્ટથી સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવામાં આવશે. મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ પ્રક્રિયા તકનીકી રીતે ચાલે છે અને કોઈ પણ રીતે અન્ય કોઈ વ્યક્તિની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ કે તમારે લાઇસન્સ પહેલાં ટેસ્ટ માટે તમારી બાઇક અથવા કાર લેવાની રહેશે નહીં.
અધિકારીના કહેવા મુજબ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરોની માન્યતા ફક્ત તે જ કેન્દ્રોને આપવામાં આવશે, જે જગ્યા, ડ્રાઈવિંગ ટ્રેક, આઇટી અને બાયોમેટ્રિક સિસ્ટમ અને અભ્યાસક્રમ પ્રમાણે તાલીમ સંબંધિત જરૂરીયાતોને પૂર્ણ થશે. એકવાર તાલીમ કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે સંબંધિત મોટર વાહન લાઇસન્સ અધિકારી સુધી પહોંચશે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સૂચિત નવા નિયમો આ વર્ષ જુલાઇથી અમલમાં આવશે. આ સ્થિતિમાં તે લોકો અથવા સંસ્થાઓ કે જેઓ આવી ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માંગે છે તે રાજ્ય સરકારને આ માટે અરજી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.