મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારનાા મંત્રી ઉષા ઠાકુરે હવે એવું ફરમાન કર્યુ છે કે તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવવી હોય તો પાર્ટી ફંડમાં 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. તેમનું કહેવું છે કે સેલ્ફી ક્લિક કરાવવામાં તેમનો ઘણો સમય બરબાદ થયો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના સાંસ્કૃતિક મંત્રી ઉષા ઠાકુરનું કહેવું છે કે કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે સેલ્ફી ક્લિક કરાવવામાં તેમનો ઘણો સમય બરબાદ થતો હતો અને આ કારણોસર તેઓ ઘણાં કાર્યક્રમોમાં મોડા પહોંચ્યા છે. જેથી હવે તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે 100 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
https://www.youtube.com/watch?v=2dqp3qpdxUg
આ રકમ સ્થાનિક ભાજપ યુનિટના ફંડમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રી ઉષા ઠાકુરનું કહેવું છે કે હવે તેઓ બુકે અને ફૂલની જગ્યાએ પુસ્તકો સ્વીકારશે. તેમનું કહેવું છે કે માત્ર ભગવાન વિષ્ણુને જ ફૂલ ચડી શકે છે કારણ કે તેમનામાં લક્ષ્મીનો વાસ છે. તેમના સિવાય કોઇને ફૂલ ચડી શકે નહીં. તેથી હવે તેઓ માત્ર પુસ્તકો જ સ્વીકારશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.