નાગરિકતા સંશોધન એકટ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે એક અગત્યની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) પર ચર્ચા થશે અને તમામ રાજ્યોના સચિવ, જનગણના અધિકાર સામેલ થશે. પરંતુ આ બેઠકને લઇ પણ રાજકારણ ચાલુ છે. પશ્ચિમ બંગાળની તરફથી લેખિતમાં આ બેઠકનો બહિષ્કાર કરવાની વાત કહેવાઇ છે. NPR, CAAના મુદ્દા પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત વિરોધ વ્યકત કરી રહ્યા છે.
ગૃહમંત્રાલયની બેઠકમાં કોણ-કોણ સામેલ?
એનપીઆરની પ્રક્રિયા શરૂ થતા પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ રજ્યોમાંથી મળીને રણનીતિ તૈયાર કરવા માંગે છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા આ બેઠકનું નેતૃત્વ કરશે. રાજ્ય સરકારોની તરફથી મુખ્ય સચિવો અને જનગણના નિર્દેશક સામેલ થશે.
પશ્ચિમ બંગાળથી કોઇ આવશે નહીં
મમતા બેનર્જી સતત નાગરિકતા સંશોધન એકટ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધની વચ્ચે બંગાળથી કોઇપણ અધિકારી આ બેઠકમાં સામેલ થશે નહીં. પાછલા દિવસોમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે હતા ત્યારે મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે CAA, NRC પાછું લેવું પડશે. મમતા એલાન કરી ચૂકયા છે કે બંગાળમાં આ કાયદો લાગૂ થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.