NRC પર અફવાઓથી લાલઘૂમ થયા PM મોદી, ‘અર્બન નક્સલીઓ’ને લીધા આડેહાથ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં રેલી કરી. આ દરમિયાન પીએમ મોદીએ નાગરિકતા સંશોધન કાયદા 2019 અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનાં મુદ્દા પર પોતાની વાત રાખી. પીએમ મોદીએ એનઆરસીનાં મુદ્દા પર કહ્યું કે દેશનાં મુસલમાનોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, “અર્બન નક્સલ દ્વારા એનઆરસીનાં મુદ્દા પર અફવા ફેલાવવામાં આવી રહી છે. ઘણા એવા પણ ભણેલા-ગણેલા લોકો છે જેમને એનઆરસી વિશે સંપૂર્ણ જાણકારી નથી અને આવા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે રવિવારનાં કહ્યું કે, “સંસદમાં તમારા ભવિષ્ય માટે નાગરિકતા સંશોધન કાયદો 2019 પાસ કરવામાં આવ્યો છે. કાયદા પર લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. કેટલાક રાજકીય દળો લોકોને ભ્રમિત કરી રહ્યા છે અને ભડકાવી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “પોલીસવાળાએ ડ્યૂટી કરતા સમયે હિંસાનો શિકાર થવું પડે છે. જે પોલીસવાળાઓ પર આ લોકો પથ્થરમારો કરી રહ્યા છે, તેમને જખ્મી કરીને તમને શું મળશે? આઝાદી પછી 33 હજારથી વધારે પોલીસવાળાઓએ શાંતિ માટે, તમારી સુરક્ષા માટે શહાદત આપી છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “દિલ્હીમાં લોકોને ઉશ્કેરવાની વાત કહેવામાં આવી અને આ માટે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર આગ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.” પીએમ મોદીએ કહ્યું કે, “ભ્રમ ફેલાવનારા લોકો CAA ફર જૂઠ ફેલાવી રહ્યા છે, આ તમે ગત અઠવાડિયે પણ જોયું છે. જે નિવેદન આપવામાં આવ્યા, જૂઠા વિડીયો, ઉશ્કેરણીજનક વાતો, ઉચ્ચ સ્તર પર બેઠેલા લોકોએ સોશિયલ મીડિયામાં નાંખીને ભ્રમ અને આગ ફેલાવવાનો ગુનો કર્યો છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.