રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશન (NRC)ની ધાક ભારત સિવાય પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ સ્પષ્ટ સંભળાઇ છે. નવેમ્બરથી લઇ અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં ઘૂસણખોરીના લીધે 450 લોકોની ધરપકડ થઇ ચૂકી છે પરંતુ કહેવાય છે કે આ તો કંઇ નથી. ઇન્ટેલિજન્સ અને બીજા સૂત્રોના મતે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર લાગૂ થવાથી બાંગ્લાદેશ પાછા ફરનાર ગેરકાયદે પલાયનકર્તાઓની સંખ્યા હજારોમાં રહી છે. એટલે સુધી કે લોકોને પાછા મોકલવાનું કામ ધીમે-ધીમે ચાલી રહ્યું છે એવું પણ સૂત્રોનું કહેવું છે.
પાસે છે ભારતીય ઓળખ પત્ર
પશ્ચિમ બંગાળના ગુપ્તચર સૂત્રોના મતે છેલ્લાં એક મહિનામાં અંદાજે 200 લોકો બાંગ્લાદેશમાં દરરોજ ઉત્તર 24 પરગનાથી દાખલ થાય છે. લોકો દક્ષિણ 24 પરગના અને નાદિયાની સરહદમાંથી પણ દાખલ થાય છે. બાંગ્લાદેશને એક અધિકારીએ કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં દાખલ થનારાની ધરપકડ કરાઇ છે તેમાંથી મોટાભાગના મુંબઇ, બેંગલુરૂ અને દિલ્હીથી હોય છે. તેમની પાસે ભારતીય રેશન કાર્ડ અને આધાર કાર્ડ, એટલે સુદ્ધાં કે વોટર કાર્ડ પણ હોય છે.
બાંગ્લાદેશ પાછા મોકલનાર એજન્ટોએ ભાવમાં કરી દીધો વધારો
પાસપોર્ટ વગર બાંગ્લાદેશ પાછા મોકલનાર 24 પરગનાના એક એજન્ટે કહ્યું કે છેલ્લાં બે મહિનામાં 5000 લોકો સરહદ પાર કરી ચૂકયા છે જે સામાન્ય સંખ્યા કરતા વધુ છે. તેની સાથે જ આ ‘ઘાટમાલિકો’ની ફી પણ વધી ગઇ છે. થોડાંક મહિના પહેલાં સુધી એક વ્યક્તિને બાંગ્લાદેશ મોકલવાની કિંમત 4000 રૂપિયા હતી પરંતુ જ્યારે લોકો બેંગલુરૂથી આવવા લાગ્યા તો હવે આ 5000 અને કડક સુરક્ષા રહેવા પર 6000 પહોંચી ગયા છે પરંતુ અત્યારે સરહદ પર સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.