શું NRC પર અમિત શાહનાં નિવેદનોને PM મોદીએ ફગાવી દીધા? જાણો શું કહ્યું હતુ શાહે

નાગરિકતા કાયદો બન્યા બાદથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે લોકોનાં વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એનઆરસી છે. દેશનાં મુસલમાનોમાં ડર છે કે તેમની પાસેથી નાગરિકતા સાબિત કરવા માટે દાદા-બાપદાદાઓનાં દસ્તાવેજો માંગવામાં આવશે. જો એ દસ્તાવેજો બતાવવામાં અસફળ રહેશે તો ફરી તેમને ડિટેન્શન સેંટરમાં મોકલવામાં આવશે. બીજી તરફ જો કોઈ અન્ય ધર્મનો નાગરિક હશે તો તે પોતાના ધાર્મિક ઉત્પીડનનો શિકાર ગણાવીને અહીંની નાગરિકતા મેળવી લેશે.

જો કે પીએમ મોદીએ એનઆરસીની કોઈપણ સંભાવનાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. રવિવારનાં રામલીલા મેદાનમાં ‘આભાર પીએમ મોદી રેલી’ને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, “એનઆરસી પર પણ આવું જૂઠ ચલાવવામાં આવી રહ્યું છે. આ કૉંગ્રેસનાં જમાનામાં કહેવામાં આવ્યું હતુ, ત્યારે ઊંઘ્યા હતા શું? અમે તો બનાવ્યું નથી. સંસદમાં આવ્યું નથી. ના કેબિનેટમાં આવ્યું છે. ના તેના કોઈ નિયમ કાયદા બન્યા છે. હોબાળો કરાવવામાં આવી રહ્યો છે, અને મે પહેલા જ જણાવ્યું છે કે આ સત્રમાં તમને જમીન અને ઘરનો અધિકાર આપી રહ્યા છીએ, કોઈ ધર્મ-જાતિ નથી પુછતા, તો કોઈ બીજો કાયદો તમને નીકાળવા માટે કરીશું શું? બાળકો જેવી વાતો કરો છો.”

પીએમ મોદીએ કૉંગ્રેસ પર અફવા ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, “કૉંગ્રેસ ચીખી-ચીખીને કહી રહી છે કે કાગડો કાન કાપીને ઉડી ગયો અને લોકો કાગડાને જોવા લાગ્યા. પહેલા તમારો કાન તો જુઓ કે કાગડાએ કાન કાપ્યો કે નહીં? પહેલા એ તો જોઇ લો કે એનઆરસી પર કંઇ થયું છે કે નહીં? જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. મારી સરકાર આવ્યા બાદ 2014થી જ એનઆરસી શબ્દ પર કોઈ ચર્ચા નથી થઈ. કોઈ વાત નથી થઈ. ફક્ત સુપ્રીમ કૉર્ટનાં કહેવા પર આ આસામ માટે કરવું પડ્યું. શું વાતો કરી રહ્યા છો? જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસ અને તેના સાથે, શહેરોમાં રહેનારા ભણેલા-ગણેલા નક્સલી – અર્બન નક્સલ, એ અફવા ફેલાવી રહ્યા છે કે તમામ મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.