ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એક વ્હિપ રજૂ કરીને પોતાના તમામ સાંસદોને મંગળવારના રોજ પોત-પોતાના સદનોમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ વ્હિપ બાદ અટકળો તેજ થઇ ગઇ છે કે મોદી સરકાર મંગળવારના રોજ શું કોઇ વિધેયક (બિલ) લાવવાની છે? મામલો એટલા માટે પણ ખાસ છે કે મંગળવારના રોજ જ્યાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યાં આ બજેટ સત્રના પહેલાં તબક્કાનો છેલ્લો દિવસ પણ છે. આમ તો મંગળવાર સાંજે ચાર વાગ્યાથી રાજ્યસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર ઉઠેલા પ્રશ્નોના જવાબ પણ આપશે.
ભાજપે ત્રણ લાઇનના વ્હિપમાં સરકારના રૂખનું સમર્થન કરવા માટે સાંસદોને ઉપસ્થિત રહેવાનું કહ્યું છે. એવામાં શું સાંસદોને કોઇ બિલ પર વોટિંગ માટે ઉપસ્થિત રહેવાનું કહ્યું છે કે પછી બજેટ પર નિર્મલાના જવાબનું સમર્થન આપવાથી મામલા સાથે જોડાયેલ છે, તેને લઇ અટકળો તેજ થઇ ગઇ છે. આ બજેટ સત્ર શરૂ થતાં પહેલાં જ સરકાર બતાવી ચૂકી છે કે તેમનું લક્ષ્ય 45 બિલ પાસ કરવાનું છે. જો પહેલાં તબક્કાના છેલ્લા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ સરકાર કયા બિલને રજૂ કરશે તેના પર કોઇ ખૂલીને બોલવા તૈયાર નથી.
દલિતોની નારાજગી દૂર કરવાનો પ્લાન?
પાર્ટીના જ લોકોને આ વખતે પૂરતી માહિતી નથી કે આ વ્હિપ કેમ રજૂ કરાયો છે. જો કે કહેવાય છે તે સુપ્રીમ કોર્ટે જે રીતે પોતાના એક નિર્ણયમાં પ્રમોશનને મૌલિક અધિકાર માન્યો નથી આથી વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસને અનામતની વિરૂદ્ધ બતાવી દીધું છે. ખુદ સરકારના સહયોગી એલજેપીના સાંસદ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રશ્ન ઉઠાવતા દેખાય છે. આથી સરકાર દલિતોની સંભવિત નારાજગીને દૂર કરવા માટે રાજ્યસભામાં કંઇક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.