નથી સુધરી રહ્યું નફ્ફટ ચીન, માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા

ચીનમાં કોરોના વાયરસના કહેર બાદ સરકારે મોટાભાગના રાજ્યોમાં જંગલી પ્રાણીઓનુ માંસ ખાવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

આમ છતા ચીનમાં આવા માંસની ડીમાન્ડ એટલી છે કે, જેના કારણે તેને સપ્લાય કરવાનુ નેટવર્ક પણ ઉભુ થઈ રહ્યુ છે.

ચીનના જાયલિન નામના પ્રાંતની પોલીસે આવા  નેટવર્કનો પર્દાફાશ કરીને 13000 જંગલી જાનવરોના મૃતદેહ કબજે કર્યા છે. જેમાંથી મોટાભાગના ઘુવડ છે.એવુ મનાય છે કે , ચામાચિડિયાની જેમ ચીનાઓ ઘુવડનુ પણ માંસ ખાતા હોય છે. જેના પગલે જંગલમાં એક ગેંગ દ્વારા ઘુવડોનો શક્તિશાળી એરગનનો ઉપયોગ કરીને શિકાર કરવામાં આવી રહ્યો હતો.

છેલ્લા ચાર મહિનાથી પોલીસ તેમને પકડવા માટે પાછળ પડી હતી.પોલીસના કહેવા પ્રમાણે ઘુવડોનો શિકાર તો મોટા પાયે થયો હતો પણ લોકડાઉનના કારણે આ ગેંગ મૃતદેહોને માર્કેટ સુધી પહોંચાડવામાં સફળ થઈ નહોતી.

જાનવરોની લાશોની સાથે બીજા 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લાશોને ફ્રિઝરમાં મુકવામાં આવી હતી. ગેંગ રાહ જોઈ રહી હતી કે, ક્યારે લોકડાઉન ખુલે અને ક્યારે તેને માર્કેટમાં વેચીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.