રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પસંદગીના નંબરો આપવા માટેની ફીમાં ધરખમ વધારો કર્યો છે. કાર માટે પસંદગીનો નંબર લેવો હોય તો તે રકમમાં એક નવું દ્વીચક્રી વાહન આવી જાય તેટલી ફી વધારી દેવામાં આવી છે.
વર્ષો પહેલાં પસંદગીના નંબરો ઓળખાણ હોય તો સીધા આપી દેવામાં આવતા હતા. ત્યાર પછી વિભાગની આરટીઓ કચેરીના અધિકારીઓ લીસ્ટ જાહેર કરી વહેલા તે પહેલાના ધોરણે નંબરોની ફાળવણી કરતા હતા. આ પછી ફી ના નજીવા દર એટલે કે દ્વીચક્રી માટે 500 અને ફોરવ્હિલર માટે 1000 રૂપિયાના દર નક્કી થયા હતા.
હવે વાહનોના રજીસ્ટ્રેશન માટે ગોલ્ડન અને સિલ્વર સહિતના નંબરોના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે જે અસહ્ય છે. આ નંબરો હવે અમીર પરિવારો લઇ શકે તેમ છે, મધ્યમવર્ગના પરિવારો પસંદગીના નંબરો લઇ શકે તેવી સ્થિતિ રહી નથી.
વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દ્વીચક્રી વાહનના ગોલ્ડન નંબર લેવા હોય તો હવે 5000 રૂપિયાની જગ્યાએ 8000 રૂપિયા આપવા પડશે, જ્યારે સિલ્વર નંબરના ભાવ 3000 રૂપિયાથી વધારીને 3500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે કારના ગોલ્ડન નંબરમાં 25000 રૂપિયાની સીધા 40000 રૂપિયા તેમજ સિલ્વર નંબરના 10000 થી 15000 રૂપિયા કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.