આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વક શુભકામનાઓ. આમ સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી મારી અંતરની મનોકામનાઓ. આવો સૌ મળીને સંકલ્પ કરીએ, નૂતનવર્ષ નવ પ્રયાણ, નવ પ્રયાસ, નવભારતના નવ નિર્માણનું હોય…સાલમુબારક…રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે ‘આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ… સાલમુબારક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.