નૂતન વર્ષનો ક્ષય તિથિ સાથે પ્રારંભ થશે, જાણો આ વર્ષે કયારે ઉજવાશે કયો તહેવાર

દિવાળીના તહેવારોની શરૂઆત ર૪ ઓક્ટોબર અને એકાદશી તિથિથી થઈ રહી છે. દિવાળીના આ દરેક દિવસનું વિશેષ મહત્ત્વ છે ત્યારે આ વર્ષે ધન તેરસ અને કાળી ચૌદશની પૂજા ક્યારે કરવી તે બાબતે લોકોમાં દ્વિધા છે.

આ વર્ષે આસો વદ તેરસનો રપ ઓક્ટોબરના રોજ સાંજના પ.૦૯ કલાકથી પ્રારંભ થાય છે, જે શનિવાર, ર૬ ઓક્ટોબરના રોજ બપોરે ૩.૪૮ કલાક સુધી હોવાથી નવાં કાર્યો ન કરવાં, લક્ષ્મીપૂજા કે ચોપડાપૂજન કરવું નહીં, તેરસનો ક્ષય હોવાથી ધન તેરસના પ્રદોષકાળમાં મહાલક્ષ્મીની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેથી રપ ઓક્ટોબરના રોજ શુક્રવારે અભિ‌જિત મુહૂર્તમાં શાસ્ત્રોમાં પૂજન સંમતિ ગણાય છે.

કારતકી વિક્રમ સંવત ર૦૭૬નો પ્રારંભ સોમવાર-અમાવાસ્યાએ સૂર્યોદય પછી થાય છે અને પડવો ક્ષય તિથિ હોવાથી નવા વર્ષનાં લક્ષ્મીપૂજા કે ચોપડાપૂજન કરાશે નહીં. આ ઉપરાંત તેરસનો પણ ક્ષય હોવાથી વાઘ બારસે જ ધન તેરસની પૂજા કરાશે, જ્યારે ચૌદસ બે દિવસ હોવાથી કાળી ચૌદસ અને શિવરાત્રિ ર૬મીએ મનાવાશે, જ્યારે નરક ચતુર્દશી, અભ્યંગસ્નાન, લક્ષ્મીપૂજા તથા ચોપડાપૂજન ર૭મીએ કરાશે.

કારતકી વિક્રમ સંવત ર૦૭૬નો પ્રારંભ ર૮મીએ સૂર્યોદય પછી થાય છે અને પડવો બીજા દિવસે સૂર્યોદય પહેલાં પૂર્ણ થતો હોવાથી નવા વર્ષનો પ્રારંભ ક્ષય તિથિ સાથે થશે. આ વર્ષે બારસથી ભાગી તિથિનો પ્રારંભ થતાં બીજ સુધી તમામ તિથિ બે દિવસમાં વહેંચાઈ છે. આમ, પંચાંગ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ ક્ષય તિથિ સાથે થાય છે. ઉદિત તિથિ પ્રમાણે મહિનાનો પ્રારંભ મંગળવારે અને અમાવાસ્યાએ મંગળવારે સમાપન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.