વર્ષ 2020ની શરૂઆત થઈ ચૂકી છે. અન આ નવા વર્ષે જ ગુજરાતીઓ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો. કેમ કે, આગામી બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છના પાટનગર ભુજ અને નલિયામાં ઠંડીનો પારો ગગડીને સિંગલ ડિજિટ પર પહોંચી ગયો છે. કોલ્ડ સિટી ગણાતાં નલિયામાં આજે 7.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તો કચ્છમાં ઠંડીને કારણે શાળાઓનો સમય 30 મિનિટ મોડો કરી દેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.