હાલ દેશવાસીઓ નવા વર્ષની ઉજવણીના રંગમાં રંગાયા છે અને નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ સાથે કરી રહ્યા છે. પરંતુ આ નવા વર્ષ 2020ના પહેલા જ મહિના એટલે કે જાન્યુઆરીમાં દેશની બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે એવી માહિતી મળી છે. આ દિવસોમાં બધી જાહેર રજાઓ સામેલ છે.
જોકે મળતી માહિતી મુજબ આ રજાઓ અલગ-અલગ બેંકો અને રાજ્યો પર નિર્ભર રહેશે. લોકો વચ્ચે બેંકોની રજાઓને લઈ કોઈ ગેરસમજ ઉત્પન્ન ન થાય તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા બેંક અને રાજ્યો મુજબ રજાઓની એક યાદી બહાર પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં બેંકો દરેક રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ હોય છે. તેથી રજાઓની આ યાદીમાં 4 રવિવાર અને 2 શનિવાર સામેલ છે.
જાન્યુઆરી 2020માં બેંકોની રજાઓને જોતા લોકોએ પોતાના લેણ-દેણ અને બેંકિંગ કામની યોજના એ પ્રમાણે બનાવવી જોઈએ. તેથી સમય પર કોઈ સમસ્યા ઉભી ના થાય. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલ યાદીમાં 10 રજાઓ+ 4 રવિવાર+ 2 શનિવાર એટલે કુલ 16 રજાઓ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.