નવા વર્ષ પર PM મોદીએ પાકિસ્તાનને માળિયે ચડાવ્યું, આ 5 દેશોનાં પ્રમુખો સાથે કરી વાત

નવા વર્ષનાં અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારનાં પાડોશીનાં પ્રમુખો સાથે ટેલિફોન પર વાતચીત કરીને તેમને શુભકામનાઓ આપી. પ્રધાનમંત્રીએ આ રીતે ભારતની ‘સૌથી પહેલા પાડોશી’ની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધતા જાહેર કરી. ખાસ વાત એ રહી કે પ્રધાનમંત્રીએ પાકિસ્તાનનાં પ્રમુખ સાથે વાત નથી કરી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો ખત્મ કરવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાન દુનિયાભરમાં ભારતની વિરુદ્ધ દુષ્પ્રચારની અભિયાનમાં લાગ્યું છે. જો કે તેને ચારેય તરફ નિરાશા મળી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને નેપાળનાં પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે ફોન પર વાતચીત કરી. આ ઉપરાંત મોદીએ ભૂટાનમાં પીએમ લેટે શિરિંગ, શ્રીલંકાનાં પીએમ મહિન્દ્રા રાજપક્ષે અને માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે પણ વાત કરીને તેમને શુભકામનાઓ આપી છે.

પ્રધાનમંત્રી મોદીએ પાડોશી દેશોનાં રાષ્ટ્રઅધ્યક્ષોને પોતાની અને ભારત તરફથી નવા વર્ષની શુભકામનાઓ આપી છે. તેમણે ક્ષેત્રમાં ભારતનાં દોસ્તો અને ભાગીદારોને પારસ્પરિક શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને પ્રગતિની ભાવના પર જોર આપ્યું. ભૂટાન નરેશની સાથે વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશોની વચ્ચે વિશેષ સંબંધોનો ખાસ રીતે ઉલ્લેખ કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ પોતાના ગત ભૂટાન પ્રવાસ પર ત્યાંથી મળેલા પ્રેમને યાદ કર્યો. તેમણે બંને દેશોની વચ્ચે એકબીજાનાં ત્યાં યુવાઓનાં આવન-જાવનને વધારવા પર ભાર આપ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભૂટાન નરેશને મળવાનાં આગામી કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.