નવાઝ શરીફની હાલત નાજુક, મેડિકલ ગ્રાઉન્ડ પર હાઇકોર્ટને મળ્યા જામીન

પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફને જામીન મળી ગયા છે. તબિયત ખરાબ હોવાને કારણે નવાઝ શરીફને જામીન મળી ગયા હતા. તેને પાકિસ્તાનના લાહોર હાઈકોર્ટથી મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી ગયા છે. 

હાલ નવાઝ શરીફની તબિયત ખરાબ છે. આર્મીની સર્વિસ હોસ્પિટલ મુજબ નવાઝ શરીફની હાલત નાજુક છે. ગુરુવારે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં તબીબી કારણોસર તેના ભાઇ માટે જામીન માટે અરજી દાખલ કરી હતી.

મોડી રાતે પ્લેટલેટ ઘટી ગયા બાદ લેવાયો નિર્ણય

સોમવારે મોડી રાત્રે પ્લેટલેટ ઘટી ગયા બાદ રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો(NB)ના લાહોર કાર્યાલયથી સર્વિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે, પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફે સારવાર આપતા મેડિકલ બોર્ડે કહ્યું હતું કે પીએમએલ-એન ચીફ તીવ્ર રોગપ્રતિકારક થ્રોમ્બોસાયટોપેનિક પરપ્યુરા (આઈટીપી) સામે લડી રહ્યા છે અને તેને સાજા થવા માટે એક અઠવાડિયાનો સમય લાગશે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલો અનુસાર, એક ડોક્ટરે કહ્યું કે માંદગીની પુષ્ટિ થયા પછી સારવાર શરૂ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.