ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને જામીન મળ્યા હોવા છતા તેમણે સારવાર માટે વિદેશ જવાનો ઈન્કાર કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઈમરાન ખાન સરકાર અને સેના ઈચ્છે છે કે નવાઝ શરીફને સારવાર માટે પાકિસ્તાન મોકલવામાં આવે. આવું કરવાની પાછળનું કારણમૌલાના ફજલુર રહેમાનનીઆઝાદી માર્ચને નબળીકરવાનો છે. નવાઝની પાર્ટી પીએમએલ-એન આ માર્ચને સમર્થન આપી રહી છે. સરકાર અને સેના આનાથી ગભરાયેલી છે. શનિવારે મોડી રાતે વિશેષ સુનાવણી કરતા ઈસ્લાબાદ હાઈકોર્ટે નવાઝને એલ અજીજિયા કેસમાં જામીન આપી દીધા હતા. લાહોર હાઈકોર્ટે પહેલા જ તેમને ચૌધરી શુગર મિલ કેસમાં જામીન આપી ચુકી છે.
તેમની હોસ્પિટલમાં સારવાર કરાવશે
નવાઝની પરિસ્થિતી લથડી છે. શનિવારે તેમણે હાર્ટ એટેક પણ આવ્યો હતો. ત્યારબાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની સ્પેશ્યલ બેંચે મોડી રાતે તેમના જામીન મંજૂર કર્યા હતા. ‘ધ ન્યૂઝ પાકિસ્તાન’ના જણાવ્યા પ્રમાણે, સેના અને સરકાર ઈચ્છે છે કે, નવાઝ સારવાર માટે પાકિસ્તાનની બહાર જાય જેથી તેમની લોકપ્રિયતાનો લાભ મૌલાના આઝાદી માર્ચમાં ન ઉઠાવી શકે. નવાઝને આ વાતની ખબર છે. તેમના પરિવારના સૂત્રોએ કહ્યું કે, નવાઝ તેમના રાયવિંડ મેડિકલ કોલેજમાં જ સારવાર કરાવશે. તે સરકારના ષડયંત્રને સમજી શકે છે. પરિસ્થિતી ગમે તેવી હોય તે કાશ્મીર નહીં છોડે.
‘જિયો ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે, ઈમરાન ખાન અને સેના પ્રમુખ જાવેદ બાજવાને સારી રીતે ખબર છે કે નવાઝ શરીફ આજે પણ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. જો તે આઝાદી માર્ચ વખતે દેશની બહાર જતા રહેશે તો સરકાર મૌલાના આંદોલનને નબળી કરવામાં સફળ થઈ શકશે. આ જ કારણે શરીફ કોઈ પણ ભોગે પાકિસ્તાન છોડવા માટે તૈયાર નથી. તેમની સામે દેશથી બહાર જવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પણ નવાઝ અને તેમની પાર્ટીએ આવું કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ખરાબ સ્વાસ્થ્ય હોવા છતા પૂર્વ વડાપ્રધાનને જેલમાં રાખવાના માટે પહેલાથી જ ઈમરાન અને સેનાની ટિકાઓ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.