નવાઝ શરીફ સૌથી ખરાબ ગદ્દાર માણસ છે, વડા પ્રધાન ઇમરાન ખાને ઝેર ઓક્યું

– નવાઝ જવાનોને લશ્કરના વડાની વિરુ્દ્ધ ઉશ્કેરી રહ્યા છે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને સૌથી મોટા ગદ્દાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ માણસ લશ્કરના જવાનોને લશ્કરના વડાની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો હતો. એનાથી વધુ મોટી ગદ્દારી બીજી કઇ હોઇ શકે.

એક ટીવી ચેનલ જીએનએન ટુડેને આપેલી મુલાકાતમાં ઇમરાન ખાને કહ્યું કે આ માણસ એક તરફ લશ્કરના વડાની વિરુદ્ધ જવાનોને ઉશ્કેરી રહ્યો હતો. એનો ઇરાદો એવો હતો કે લશ્કરના જવાનો પોતાના સેનાપતિ વિરુદ્ધ બળવો કરે. એક બાજુ એ કોઇ જજની પ્રશંસા કરે છે અને બીજી બાજુ પનામા કૌભાંડ અંગે ચુકાદો આપનારા જજને વખોડે છે. આમ એ સતત બેવડાં ધોરણ રમી રહ્યો હતો.

ઇમરાને કહ્યું કે એક તરફ નવાઝ શરીફ લશ્કરના જવાનોમાં બળવો કરવા ઉશ્કેરણી કરે છે અને બીજીબાજુ એ ન્યાયતંત્રમાં બળવો પ્રેરી રહ્યો છે. આ માણસ દેશનો સૌથી ખરાબ ગદ્દાર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.