નવી દિલ્હી: દેશભરમાં 1 ઓક્ટોબર 2019થી બેન્કિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી ક્ષેત્રે સહિત 8 પરિવર્તન આવશે. બદલાતા ટ્રાફિક નિયમોની સાથે કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવા જઈ રહી છે. ત્યારપછી તમે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અપડેટ કરાવી શકશો. જ્યારે 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર દેશભરમાં પ્રતિબંધ મૂકી દેવાશે.
નવા નિયમ હેઠળ ડ્રાઈવીંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિ.નો રંગ એક જેવો હશે. લાઈસન્સ અને આરસીમાં માઇક્રોચીપ સાથે ક્યુઆરકોડ હશે. આખી પ્રક્રિયા ઓનલાઈન હશે.
એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ પર હવે 0.75 ટકા કેશબેક નહીં મળે. એસબીઆઈમાં મિનીમમ બેલેન્સ પર થતાં ચાર્જમાં 80 ટકા સુધીનો ઘટાડો થશે. સાથે મેટ્રો સિટીમાં 10 અન્ય શહેરોમાં 12 ટ્રાન્જેક્શન ફ્રી થશે.
હોટલમાં 7500 રૂપિયા સુધીના ભાડાવાળા રૂમ પર જીએસટી 12 ટકા, 1000 સુધીના રૂમ પર ટેક્સ નહીં.
પેન્શન પોલિસીમાં 7 વર્ષ સેવા પૂરી કરનારા સરકારી કર્મીનું મૃત્યુ થતાં તેને વધેલું પેન્શન મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.