નવજાત બાળકોના મોત અંગે રાજ્યની રાજનીતિ ગરમાઈ, ડે.CM નીતિન પટેલે કર્યો મોટો ખુલાસો

નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ ગઈ છે, ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણી બાદ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પત્રકાર કોન્ફરન્સ કરીને રાજ્યમાં પરિસ્થિતિ સહીસલામત હોવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં પરંતુ 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.

સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર 1 હજાર બાળકે 30 બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે. પ્રાથમિક રીતે ગુજરાતમાં 1 હજાર બાળકે 30 બાળકોના મોત થાય છે અને 1 લાખે 87 મહિલા મૃત્યુદર છે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં સરકારના અર્થાંગ પ્રયાસોથી મૃત્યુદર ઘટ્યો છે. દર વર્ષે 12 લાખ બાળકના સરેરાશ જન્મ થાય છે જેમાંથી 1 હાજર બાળકે 30 બાળકોના મોત થયા છે અને મોત પાછળ કૃપોષણ મોટો મુદ્દો છે. સાથે જ સરકાર બાળકોના મૃત્યુ દર ઘટાડવા સરકાર પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ સંવેદનશીલ અને ચિંતાજનક સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યુ હતું. ગુજરાતમાં 12 લાખ બાળકોના જન્મ થાય છે. ગુજરાતમાં 12 લાખ પ્રસુતિમાંથી 99 ટકા પ્રસુતિ દવાખાનામાં થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.