નવરાત્રી શરૂ થતાં જ લોકોનાં વ્રત પણ શરૂ થઇ જાય છે. ઘણા બધા લોકો નવ દિવસ સુધી વ્રત કરે છે ત્યારે કેટલાક માત્ર ખાસ દિવસનું વ્રત રાખે છે.. વ્રતના દિવસોમાં ફળાહાર તરીકે લોકો સાબુદાણાનો ઉપયોગ કરતાં હોય છે, જે પૌષ્ટિક હોવાની સાથે સાથે પચવામાં સરળ પણ હોય છે. એવામાં જો તમારા ઘરમાં સાબુદાણા હાજર છે તો તેનાથી તમે નિખરી ત્વચા મેળવી શકો છો. જાણો, કેવી રીતે બનાવશો સ્પેશિયલ ફેસપેક જેનાથી મળશે તમને ગ્લોઈંગ સ્કિન.
જો તમારી ડ્રાય સ્કિન છે તો તમે સાબુદાણાને દળીને તેમાં મલાઇને મિક્સ કરીને પેક તૈયાર કરો. હવે આ પેકને પોતાના ફેસ પર લગાઓ. સુકાયા બાદ પોતાના ફેસને ઠંડાં પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં બેથી ત્રણવાર આ પેકને લગાઓ. તમારી સ્કિનની ડ્રાયનેસ દૂર થઇ જશે.
જો તમારી સ્કિન ઑઇલી છે તો તમે સાબૂદાણાને દળીને તેમાં લીંબૂનો રસ મિક્સ કરીને પોતાના ચહેરા પર લગાઓ. તે તમારી સ્કિનમાંથી એક્સટ્રા તેલને દૂર કરવામાં મદદ કરે છે. તમે આ પ્રકારે અઠવાડિયામાં બે થી ત્રણવાર કરી શકો છો.
જો તમારી સ્કિન પર ખીલ છે તો તમે સાબુદાણાને ક્રશ કરીને તેમાં થોડુક પાણી મિક્સ કરીને પેક તૈયાર કરો અને તેને આખા ચહેરા પર લગાઓ. અઠવાડિયામાં બે થી ત્રણવાર આ પેકનો ઉપયોગ કરો તમારા ખીલ ઓછા થઇ જશે. આ ઉપરાંત આ તમારી સ્કિનની રંગતને સુધારવામાં પણ મદદ કરે છે.
સાબૂદાણાને તમે ડાર્ક અંડરઆર્મ્સથી છૂટકારો મેળવવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. તેના માટે તમારે સાબૂદાણાને ક્રશ કરીને તેમાં થોડુંક દહીં અને હળદર પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને અંડરઆર્મ્સ પર લગાઓ અને અડધા કલાક બાદ તેને રગડીને કાઢી દો. આ પ્રકારે અઠવાડિયામાં બે થી ત્રણવાર કરો. થોડાક દિવસોમાં તેની અસર તમને સ્પષ્ટ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.