ગુજરાતમાં 20% કરતા વધારે વરસાદ પડ્યા પછી પણ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. દક્ષીણ મહારાષ્ટ્રના દરિયા કિનારે અને ગોવા-કર્ણાટક પાસે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે અને આ સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્ભાતારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ નવરાત્રીના રંગમાં ભંગ પડી રહ્યો છે. આયોજકોએ નવરાત્રી પહેલા કરેલી મોટાભાગની તૈયારીઓ પર વરસાદનું પાણી ફરી વળ્યુ છે કારણ કે, મોટા ભાગના મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પર સક્રિય થયેલી સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યના 33 જિલ્લાના 204 તાલુકાઓમાં વરસાદ થયો છે. આ વરસાદના કારણે રોગચાળો વધવાની પણ શક્યતાઓ હોય છે. કારણ કે, એક જ દિવસમાં વાતાવરણમાં પલટો આવતા લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટોડો થાય છે અને રોગચાળો માથું ઊંચકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.