નવરાત્રીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, બહુચર માતાજીના દર્શન કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર નવરાત્રીમાં પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની આરતીમાં હાજર રહે છે. આ વખતે પણ તેઓ નવરાત્રી દરમિયાન બહુચર માતાના મંદિરે આરતી કર અમદાવાદ : કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સામેલ થશે. અમિત શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. આ જ કારણે તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે. અત્યાર સુધી ફક્ત 2011માં તેઓ નવરાત્રી દરમિયાન માતાજીના દર્શને આવી શક્યા ન હતા.

અમિત શાહને પોતાની રાજકીય કારકિર્દી શરૂ થયા પહેલાથી જ માણસાના આ મંદિર પર ખૂબ આસ્થા છે. આથી જ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ નવરાત્રીએ માતાજીના દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

તેની સાથે જ તેઓ RAFના 27મો સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવાના છે. રેપિડ એક્શન ફોર્સના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સમગ્ર દેશમાં સંવેદનશીલ વિસ્તારો અને રમખાણો જેવી સ્થિતિમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો ફરજ બજાવે છે, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી RAFની વાર્ષિક પરેડની સલામી ઝીલશ. તેઓ રેપિડ એક્શન ફોર્સના જવાનોને મળી રહેલી સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા પણ કરશે. આમ તો, રેપિડ એક્શન ફોર્સનો સ્થાપના દિવસ 7 ઓક્ટોબર છે, પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાનનો અમદાવાદ પ્રવાસ પહેલેથી નિશ્ચિત હોવાથી 30 સપ્ટેમ્બરે આ ઉજવણી થશે.

બીજી તરફ રાજકીય રીતે પણ કેન્દ્રીય ગૃહપ્રધાનનો આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે. કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. મુલાકાત દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે જીતની રણનીતિથી લઈને વિવિધ મુદ્દે ચર્ચા પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.