નવસારીમાં 60 લાખના હીરાચોર હીરાનું કારખાનું ચલાવનાર જ નીકળ્યો

નવસારીમાં રહેતા હીરાના વેપારી સુરેશ શાહ પોતાના ઘરેથી 21 જાન્યુઆરીના 60 લાખ રૂપિયાના હીરા લઇને મોપેડ પર જઈ રહ્યા હતા. એક બાઈક ચાલકે સુરેશ શાહના મોપેડને ટક્કરમારીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન બે ઇસમો સુરેશ શાહ પાસેથી 60 લાખ રૂપિયાના હીરા ભરેલી બેગને છીનવીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સુરેશ શાહે પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

લાખો રૂપિયાની લૂંટની ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના PI મયુર પટેલ અને તેમની ટીમે તપાસ હાથ ધરીને ઘટનાના ચાર દિવસના સમયમાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે હીરા ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની પૂછપરછ દરમિયાન લૂંટના ગુનામાં અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસને માહિતી મળી હતી. આરોપીના જણાવ્યા અનુસાર લૂંટના ગુનાનો માસ્ટર માઈન્ડ આરોપી બનાસકાંઠાનો પરબત દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પરબત દેસાઈ અને અન્ય બે આરોપી મેહુલ બારોટ અને હરજી ચૌધરી સામે ગુનો દાખલ કરીને ત્રણેયને વોન્ટેડ જાહેર કરીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

લૂંટની ઘટનાનો માસ્ટર માઈન્ડ આરોપી પરબત નવસારીમાં હીરાની ચાર ઘંટી ચલાવતો હતો અને તેને જ પોતાના ગામના વેપારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન અનુસાર આરોપીઓ સુરેશ શાહની રેકી કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.