62 દિવસોમાં પહેલાવાર 1 લાખથી ઓછા કેસ,ઓછા થઈ રહેલા કેસ અને વધતા રસીકરણથી રાહત મળી શકે

ભારતમાં કોરોનાના મામલામાં ભારે ઘટાડો નોંધાયી રહ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા છે. જે 5 એપ્રિલ 2021 બાદ એટલે કે 62 દિવસોમાં પહેલાવાર છે. 05 એપ્રિલે દેશમાં 96557 મામલા નોંધાયા હતા. ત્યારે રોજના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.  દેશમાં સોમવારે કોરોનાના 87345 નવા કેસ નોંધાયા અને 2, 115 દર્દીના મોત થયા. 66 દિવસો બાદ એક દિવસમાં સામે આવેલા સૌથી ઓછા મામલા છે.

  • દિલ્હીમાં 7 જૂનથી પ્રતિબંધમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે. સોમવારે બજારમાં ભીડ જોવા મળી. મેટ્રો શરુ થતા લગભગ 4 લાખ લોકોએ પ્રવાસ કર્યો. બજારો ઓડ ઈવન હિસાબે ખુલ્યા.
  •  મુંબઈમાં દર રોજ સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલશે.
  • મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિબંધો હટાવી દેવાયા. જે બાદ ઓરંગાબાદમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી.
  • કર્ણાટક સરકારે લોકડાઉન 14 જૂન સુધી વધાર્યુ. જરુરી સેવાઓ સવારના 6થી 10 સુધી ખુલ્લી રહેશે
  • ગુજરાતમાં 11 જૂન સુધી 36 શહેરમાં નાઈટ કર્ફ્યૂ વધારાયુ. પ્રાઈવેટ અને સરકારી ઓફીસોમાં 7 જૂનથી 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. તમામ દુકાનો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે અને હોમ ડિલીવરી રાતના 10 વાગ્યા સુધી રહશે.
  • કેરળમાં લોકડાઉન 9 જૂન સુધી જારી રહેશે. રાશનની દુકાન સવારના 9થી સાંજ 7.30 સુધી જારી રહેશે. અન્ય રાજ્યોના લોકો માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે.
  • હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લોકડાઉન જારી
  • પોન્ડિચેરીમાં 7 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • લક્ષદ્વીપમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • તેલંગાણામાં 9 જૂન સુધી લોકડાઉન છે

ગત દિવસોમાં સીબીએસઈએ 12માંની બોર્ડની પરિક્ષા કેન્સલ કરવાનું એલાન કર્યુ હતુ. જે બાદ અનેક રાજ્ય સરકારોએ બોર્ડની પરિક્ષાઓને રદ્દ કરી દીધી હતી. જ્યારે બંગાળ સરકારે પણ 10માં અને 12માંની બોર્ડની પરિક્ષાઓ કેન્સલ કરવાનું એલાન કર્યુ છે.

દિલ્હીમાં ગત 24 કલાકમાં 231 નવા કેસ આવ્યા તો 0.36 ટકા સંક્રમણ દર નોંધાયો. 36 લોકોના મોત થતા મૃત્યુઆંક 24, 627 પર પહોંચી ગયો. દિલ્હીમાં રવિવારે 34 લોકોના મોત થયા હતા. ગત 24 કલાકમાં 1189 દર્દી સાજા થયા અને 34 લોકોના મોત થયા. હવે દિલ્હીમાં કોરોના માટે રિઝર્વ રાખેલા 21, 367 બેડ ખાલી થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.