બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રવિવારે થયેલા એક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને અનેક વ્યક્તિ ઘાયલ થયા છે.
આ ઘટના બાદ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. રહેમાને જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 બિલ્ડીંગને નુકસાન થયું છે.
ઢાકા મહાનગર પોલીસ આયુક્ત શફીકુલ ઈસ્લામે પત્રકારોને જણાવ્યું કે ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને જેમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જે ઈમારતમાં વિસ્ફોટ થયો તેની બહાર ઉભેલી બે પ્રવાસી બસને ખરાબ રીતે નુકસાન થયું છે. ઢાકા સ્થિત એકાટ્ટોર ટીવી સ્ટેશને જણાવ્યું કે લગભગ 50 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાંથી 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.