તમે આ બિઝનેસ મોદી સરકારની મદદથી ઓછાં ખર્ચે શરૂ કરી શકો છો અને થોડાં જ સમયમાં તમે આ બિઝનેસમાં સારી કમાણી કરવા લાગશો. આ બિઝનેસ છે માસ્ક બનાવવાનો. કોરોનાને કારણે બે પ્રકારના બિઝનેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક માસ્ક અને બીજો સેનિટાઈઝર.
કેન્દ્ર સરકારની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે આરોગ્ય નિયામકશ્રીએ આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર હોમમેડ માસ્કને સુરક્ષાત્મક કવરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ત્યારબાદથી કાપડના માસ્ક બનાવવાનું કામ શરૂ થયું છે. માત્ર ઘરોમાં જ માસ્ક બનાવવાનું શરૂ નથી થયું, પરંતુ ઘણી મોટી ટેક્સટાઈલ કંપનીઓએ પણ ઈનહાઉસ સેટઅપનો ઉપયોગ કરીને ફેબ્રિક માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.
આ દરમિયાન રેઝા ફેબ્રિક પર કામ કરતી એકમાત્ર ફેશન ડિઝાઇનર લલિતાએ જણાવ્યું કે કોટન, ખાદી અને રેઝા ફેબ્રિક માસ્કની માંગ વધી છે. તેણે પોતે ખાદી અને રેઝાના માસ્ક બનાવી દક્ષિણ ભારતનાં ઘણાં રાજ્યોમાં સપ્લાય કર્યા છે.
બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયાની સમસ્યા હોય, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી લોન લઈ શકો છો. તમે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.