આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જેને શરૂ કરી તમે લાખોની કમાણી કરી શકો છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સરકાર દ્વારા 50 ટકા સુધીની સબ્સિડી પણ મળે છે.
મોતીની ખેતી માટે એક તળાવ, છીપ (જેનાથી મોતી તૈયાર થાય છે) અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. તળાવ ઇચ્છો તો તમે પોતે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબ્સિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. છીપ ભારતના અનેક રાજ્યોમાં મળે છે. જોકે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના છીપની ક્વોલિટી સારી હોય છે.
સૌથી પહેલાં છીપને એક જાળમાં બાંધી 10થી 15 દિવસ માટે તળાવમાં નાંખવામાં આવે છે, જેથી તે તેના મુજબ વાતાવરણ તૈયાર કરી શકે, ત્યારબાદ તેને બહાર કાઢી તેની સર્જરી કરવામાં આવે છે અને તેમાં એક નાનું કણ નાંખવામાં આવે છે.
એક છીપને તૈયાર થવામાં 25થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થતા પછી એક છીપમાંથી બે મોતી નિકળે છે અને મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી સારી હોય, તો 200 રૂપિયાથી પણ વધુ ભાવ મળી શકે છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર છીપ નાંખો છો, તો તેના પર અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.