ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા.
ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા
લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર ભારત અને ચીનના સંબંધોમાં જામેલો બરફ ધીરે ધીરે પીગળી રહ્યો છે. ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા. ચીને ગત વર્ષ જૂનમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે.
ગત દિવસોમાં નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશીએ જણાવ્યું હતું કે ગલવાનની અથડામણ બાદ 50 ચીની સૈનિકોને વાહનોના માર્ફતે લઈ જવાયા હતા. આ ગલવાનમાં ચીની સેનાના ઘણા લોકો માર્યા ગયા હતા.
પીએલએ શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેજિમેન્ટ કમાન્ડર ક્યૂઈ ફબાઓ, ચેન હોંગુન, જિયાનગોન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જૂઓન. જેમાં ચારના મોત ગલવાનની લોહિયાળ અથડામણમાં થયા. બાકી એકનું મોત રેસ્ક્યૂ સમયે નદીમાં વહેવાથી થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જૂનમાં પૂર્વ લદ્દાથમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીના પણ અનેક સૈનિકો માર્યા ગયા હતા.
નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશીના જણાવ્યાનુંસાર ચીની સૈનિક 50થી વધારે સૈનિકોને વાહનોમાં લઈ જઈરહ્યા હતા. પરંતુ તે ઘાયલ હતા કે માર્યા ગયા હતા તે કહેવું મુશ્કેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.