ઓક્ટોબર સુધી કદાચ દેશભરમાં નહીં ખુલે સ્કૂલો, લૉકડાઉન અંગે સરકારે આપી દીધાં છે આ સંકેત

દેશભરની સ્કૂલોમાં ઓક્ટોબર સુધી લૉકડાઉનની શક્યતા

– કોરોનાની મહામારી વધતા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયના સંકેતો
– વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા અભ્યાસક્રમમાં 50 ટકાનો કાપ મુકવા અંગે દિલ્હી સરકારની વિચારણા
– વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે ઓનલાઇન શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તેવા આદેશ

 

કોરોના વાઇરસની મહામારીની વર્તમાન સિૃથતિને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જોકે આ અંગે સરકાર કે મંત્રાલય દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

સાથે જ મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ લગાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે આ પહેલા સ્કૂલો ઓગસ્ટ મહિના સુધીમાં ખોલી નાખવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા.

હાલ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે હવે મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલો નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાના રિપોર્ટ છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે.

આ સિૃથતિ વચ્ચે મંત્રાલયે આદેશ જારી કર્યા છે તે મુજબ કેન્દ્રીય વિદ્યાલયોમાં ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન નોટ્સ વગેરે તૈયાર કરવાનું કામ પણ સોપવામાં આવ્યું છે. દિલ્હીમાં કેસો ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હવે દિલ્હીમાં 31મી જુલાઇ સુધી સ્કૂલો ન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

આ અંગેની જાહેરાત ઉપ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકાર વિદ્યાર્થીઓનો જે અભ્યાસક્રમ છે તેમાં 50 ટકાનો ઘટાડો કરવાનું વિચારી રહી છે જેથી વિદ્યાર્થીઓ પરનો ભાર હળવો કરી શકાય. આ સમગ્ર સિૃથતિ અંગે સરકાર વિદ્યાર્થીઓના માતા પિતાને પણ સામેલ કરી રહી છે અને તેમનો પણ અભિપ્રાય લઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.