વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે પંજાબમાં પણ લોકડાઉન અને કર્ફયુની સમયાવધી વધારીને 30 એપ્રિલ કરવામાં આવી છે.
રાજ્યનાં અધિક મુખ્ય સચિવ કે.બી.એસ. સિંધુએ શુક્રવારે આ માહિતી આપી, તે સાથે જ ઓડિસા બાદ પંજાબ લોકડાઉન વધારનારૂ દેશનું બીજુ રાજ્ય બન્યું છે.
પંજાબનાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહે પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવાનાં સંકેત આપ્યા હતાં અને કહ્યું હતું કે સરકાર તેને વધારવા માટે ગંભીરતાથી વિચારી રહી છે, કેમ કે લોકડાઉન વધારવાનો આ યોગ્ય સમય નથી.
તેમણે કહ્યું કે કોરોના વાયરસનાં વિરૂધ્ધ કેન્દ્ર દ્વારા રાજ્યો માટે નક્કી કરેલું 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ અત્યારે પુરતું નથી અને એવામાં મોદી સરકારે પુરતી નાણાકીય મદદ રાજ્યોને આપવી જોઇએ.
ખેડુતોને લોકડાઉનમાં રાહત
મુખ્યપ્રધાન અમરિંદર સિંહે જણાવ્યું કે 15 એપ્રિલથી ખેડુતોને પાકની લળણી માટે લોકડાઉનમાં રાહત આપવામાં આવશે અને તેમાં પણ સામાજીક અંતરનું ધ્યાન રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.